Posts

એક વાક્યના બોર્ડ ની શોધમાં.

પૃથ્વી પર માનવીએ બોલવાની શરૂઆત કરી તે ‘બોલી’ થઈ અને જેમ જેમ તેના પર સંસ્કાર ઘડાતા ગયા, સર્વમાન્ય થતી ગઈ ત્યારે તેને આપણે ‘ભાષા’ કહી. ભાષા કેવળ શ્રુતિ – સ્મૃતિ ન રહે અને તે સંજ્ઞા અને બોલીના વર્ણ દ્વારા વાંચી શકાય તે માટે ચિત્રગુપ્તે આપણને લિપી આપી. આ લિપીના આવિષ્કાર ને કારણે આપણે માનવજાતિની હજારો વર્ષ જુની સંસ્કૃતિને જાણી શક્યા છીએ અને લેખન દ્વારા તેને જીવંત રાખી શક્યા છીએ. લેખનનો મહિમા એવો છે કે તેના આવિષ્કાર વગર વક્તાઓ કેવળ તેમના જીવનકાળ પૂરતા જીવંત રહ્યા હોત. લેખનની શોધને કારણે વક્તાઓના વક્તવ્ય અને માનવજાતિની વિદ્વત્તા અનંત કાળ માટે જીવંત રહી શકી છે. લેખન વગર ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટીંગ્ઝ પર બ્રિટનની પાર્લમેન્ટમાં મહાભિયોગ ચલાવનાર એડમંડ બર્ક કે ફ્રાન્સની ક્રાન્તિમાં અગત્યનો ભાગ ભજવનાર રૉબ્સપિયર જેવા વક્તાઓ કદાચ ભુલાઈ ગયા હોત. વાણી મનુષ્ય માટે મનના ભાવ, લાગણી અને વિચારો ની આદાન પ્રદાન માટેનું અનિવાર્ય સાધન છે. વાણી મનુષ્યના સંપૂર્ણ વ્યક્તિત્વને મૂર્તિમંત કરે છે. મનમાં ચાલતા ભાવનું પ્રગટ્ય વાણીથી બોલાયેલા શબ્દોને કારણે સાંભળનાર વ્યક્તિ સહેલાઈથી સમજી શકે છે. એ જ રીતે